29, એપ્રીલ 2021
અમદાવાદ, કોરોનાના કહેર વચ્ચે વધારે સાહિત્યકારનું દુખદ નિધન થયું છે. ૭૪ વર્ષે નસીર ઇસ્માઇલી કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓ સેન્ટ્રલ બેંકના નિવૃત અધિકારી હતા. તેમનો જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૪૬ માં હિંમતનગર ખાતે થયો હતો. તેમનું મુળ વતન ધોળકા હતું. તેઓ પોતાની કૃતી સ્વપ્ન મૃત્યુ નામની નવલીકાથી ખ્યાતી પ્રાપ્ત કરી હતી. તેઓ અનેક સમાચાર પત્રોમાં પોતાની કોલમના કારણે પણ વિખ્યાત હતા.૧૯૯૦માં તેમની વાર્તાઓ પરથી જિંદગી એક સફર નામની ટીવી સીરિયલ પણ બની ચુકી છે. તુટેલા એક દિવસ નામની નવલકથા પણ તેઓ લખી છે. તેમના લેખનથી લોકો એટલા પ્રભાવિત હતા કે એક વિયત્રીએ તેમને મળવા માટેની ઇચ્છા પ્રકટ કરી હતી. જાે કે કોઇ કારણોસર તે શક્ય બન્યું નહોતું. જેના કારણે તે કવિયત્રીએ આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાનો લેખલ ઇસ્માઇલીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેમાંથી જ ટીવીની ખુબ જ વખણાયેલી પ્રસંગકથા સંગતિ બનાવી હતી. જેમના થકી તેમને ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રી સાહિત્યમાં પણ ઓળખ મળી હતી.