બોલીવુડના સંગીતકાર વાજીદ ખાનનું નિધન થતાં ચાહકોએ શોક વ્યક્ત કર્યો
02, જુન 2020

બોલિવુડની દુનિયામાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું છે. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર છવાઇ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સાજિદ-વાજિદની જાડી ખૂબ જ પ્રખ્યાત હતી. મળતી માહિતી પ્રમાણે ૪૨ વર્ષના વાજિદ ખાન કિડનીની બીમારીથી પીડિત હતા અને તેમની સ્થિતી બગડ્યા બાદ તેમને મુંબઇની એકહોસ્પિટસમાં  દાખલ કરાયા હાત. ૪૨ વર્ષના વાજિદ ખાનને મુંબઇની ચેમ્બુર હોસ્પિટસમાં દાખલ કરાયા હતા. થોડાક મહિના પહેલાં જ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી. પરંતુ તેમની તબિયત સારી થઇ નહોતી. થોડાંક દિવસ પહેલાં જ કોરોના સંક્રમિત થયા હતા.

આ સિવાય વાજીદ ખાનના ખાસ મિત્ર સોનુ નિગમે પણ ઇન્સ્ટાગ્રામ પર તેની જૂની તસવીર શેર કરીને કહ્યુ કે મારો મિત્ર મને છોડીને જતો રહ્યો. અભિનેતા વરુણ ધવને પણ પોતાના ટવીટર પર વાજીદની એક તસવીર શેર કરી છે. જેમાં તે ડેવિડ ધવનની સાથે નજરે પડે છે. આ તસવીર સાથે વરુણ ધવને લખ્યું કે હું આ ખબર સાંભળને શોકગ્રસ્ત છે. વાજીદ ભાઇ મારા અને મારા પરિવારની ખૂબ જ નજીક હતા. તે એક પોઝિટિવ વ્યક્ત હતા. અમે હંમેશા તમને યાદ કરીશું અને તમારા સંગીત માટે આભાર.

વાજીદના નિધનની એક્ટ્રેસ પરીણિતી ચોપડા પર શોકગ્રસ્ત થઇને ટવીટમાં લખ્યું હતું કે વાજીદ ભાઇ એક સારા માણસ હતા. તે હંમેશા હસતા રહેતા. હંમેશા ગાતા રહેતા. તેમનું દરેક મ્યુઝિક સેશન યાદગાર રહેશે. તમને ખૂબ જ યાદ કરીશું વાજીદ ભાઇ. મીકા સિંહે લખ્યું કે આ બધા માટે ખૂબ જ દુખદ સમાચાર છે. અને સૌથી પ્રતિભાશાળી ગાયક અને સંગીતકાર જેણે આટલા હિટ આપ્યા છે તેવા મારા મોટા ભાઇ વાજિદ ખાન આપણને છોડીને જતા રહ્યા છે. અલ્લાહ તેમની આત્મનાને શાંતિ આપે. હું હંમેશા તમને પ્રેમ કરતો રહીશ અને ભાઇ તમને હંમેશા યાદ કરતો રહીશ. તમારું સંગીત સદાબહાર છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને આનાથી મોટું નુક્શાન થયું છે. સંગીતકાર સલીમ મર્ચન્ટે વાજીદના નિધન પર ટવીટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે હું સાજીદ-વાજીદ ફેમ પોતાના ભાઇ વાજીદ ખાનના નિધનની ખબરથી તૂટી ગયો છું. અલ્લાહ તેમના પરિવારને શક્તિ આપે. તમારી યાત્રા સુરક્ષિત રહે. તું બહુ જલ્દી જતો રહ્યો. ફિલ્મ ફેટર્નિટીને તેનાથી મોટું નુક્શાન થયું છે. હું શોકગ્રસ્ત છું અને પૂરી રીતે તૂટી ગયો છું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution