26, ઓક્ટોબર 2021
જૂનાગઢ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યાત હતા. આ તકે જૂનાગઢનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ થયો ન હોવા અંગે મંત્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકામાં હવે કોઈ વિસ્તાર કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવાપાત્ર જણાતો નથી.
સરકારના ખેતીવાડી વિભાગે ખેતીને થયેલ નુકસાનીના સર્વેના આઘારે જ પેકેજ જાહેર કર્યુ છે, જેથી જૂનાગઢમાં હવે કોઈ વિસ્તાર કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવાપાત્ર જણાતો નથી. જેના પગલે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આથી આ રાહત પેકેજમાં જૂનાગઢનો સમાવેશ કરી ખેડૂતોનો રોષ શાંત પાડવા અંગે કિસાન ક્રાન્તિ ટ્રસ્ટે લેખીત રજૂઆત કરી છે. જ્યારે બીજી બાજુ રાહત પેકેજમાં ગીર સોમનાથ જીલ્લાનની બાદબાકી કરાઇ છે, ત્યારે જીલ્લાુનો સમાવેશ કરી ખેતી નુકશાનીનું ૧૦૦ ટકા વળતર ચૂકવવા સોમનાથના ધારાસભ્યકએ કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી પાક અને ખેતીની જમીનને ભારે નુકસાન થયું હોવા અંગે રજૂઆતો થઈ હતી. જેથી ખેતીની નુકસાની અંગે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગને સર્વે કરવા આદેશ કરાયો હતો. જેને લઇ ખેતીવાડી અઘિકારીઓ સહિતની ટીમે ભારે વરસાદથી પ્રભાવિત જે-તે જીલ્લા ના તાલુકાઓમાં સર્વેની કામગીરી કરી હતી. આના આધારે રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, માંગરોળ, માણાવદર અને કેશોદ તાલુકાના ગામડાઓનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરી વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. ત્યાલરે રાહત પેકેજમાં જૂનાગઢમાં પણ ભારે વરસાદના લીધે નુકસાન થયું હોવા છતાં સમાવેશ ન થવાની તાલુકાના ખેડૂતો અન્યાય થયાની લાગણી અનુભવી રહ્યા છે. આ મુદે ખેડૂત સંગઠનોએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. આ દરમિયાન જૂનાગઢ તાલુકાની કૃષિ રાહત પેકેજમાંથી થયેલી બાદબાકી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી ખેતીને નુકસાનીની રજૂઆત મળી હતી, તે વિસ્તારમાં ખેતીવાડી વિભાગ મારફત સર્વે કરાવવામાં આવ્યો હતો. જેના આઘારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.