04, સપ્ટેમ્બર 2021
મહેસાણા-
મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના માઢી ગામના ખેડૂતો પ્રગતિની વાટે જઈ રહ્યા છે. માઢી ગામના ખેડૂતો હાલ પાણીના સ્તર ઉંડા જતાં ખેતી છોડી શાકભાજીના રોપા ઉછેર તરફ વળ્યા છે. રૂટિન ખેતીમાં થતા નુકશાનથી બચવા માઢી ગામના ખેડૂતોએ નવી પદ્ધતિ અપનાવી છે. માઢી ગામના ૫૦ ટકા ઉપરના ખેડૂતોએ શાકભાજીના રોપા ઉછેરનો વ્યવસાય કરી રહ્યા છે. ગુજરાતના ૧૫ તાલુકામાં તેમજ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં માઢી ગામના રોપાનો વેપાર થાય છે. વર્ષે આ ગામનું ૮૦ લાખનું ટર્નઓવર છે. માઢી ગામના ખેડૂતો રોપા ઉછેર કરી અઢળક આવક મેળવી રહ્યા છે. રોપા ઉછેરના આ વ્યવસાયથી ગામના ગરીબ પરિવારને રોજગારી પણ આપી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના માઢી ગામના ખેડૂતો શાકભાજીના રોપા ઉછેર કરી ગામનું ૮૦ લાખનું ટર્નઓવર કરી રહ્યા છે. આ ગામના રોપા ગુજરાત સહિત વિજાપુરથી ૨૦ કિ.મી દૂર આવેલ માઢી ગામના ખેડૂતો રૂટિન ખેતી છોડી બાગાયતી ખેતીમાં શાકભાજીના રોપા ઉછેરના વ્યવસાયમાં જાેતરાઈ ગયા છે. રૂટિન અને રૂઢિચુસ્ત ખેતીમાં યોગ્ય ભાવ નહિ મળતા હવે અહીંના ખેડૂતો નવતર પ્રયાસ તરફ વળ્યા છે. આ ગામના ૫૦ ટકા ખેડૂતોએ શાકભાજીના ધરું ઉછેરની ખેતી શરૂ કરીને મબલક આવક પણ મેળવી રહ્યા છે. માઢી ગામમાં ૭૦થી વધુ શાકભાજીના રોપાની નાની મોટી નર્સરી આવેલી છે, જેમાં પ્રત્યેક નર્સરી ધરાવતા ખેડૂત વર્ષે ૨૦ લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. માઢી ગામના ખેડૂતોની આ વ્યવસ્થાને કારણે ગરીબ વર્ગના પરિવાર માટે ગામમાં જ રોજગારીની તકો પણ ઉભી થઇ છે. માઢી ગામમાં અનેક પરિવાર ને રોજી રોટી પણ મળતી થઈ છે. રૂટિન ખેતીમાં ખૂબ જ જટિલ કામનો બોઝ રહેતો હોય છે ત્યારે રોપા ઉછેરમાં હાર્ડ વર્ક ખૂબ ઓછું રહેવાથી ગામની મહિલાઓ તેમજ અન્ય લોકોને મજૂરી માટે ભાગદોડ કરવી પડતી નથી અને ગામમાં જ રોજગારી મળતા ગુજરાન ચલાવવું સરળ બન્યું છે. માઢી ગામમાં મોટા પાયે સોઇલલેસ એટલે કે પ્લગ ટ્રે પદ્ધતિથી રોપા તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિથી તૈયાર થતા ધરૂમાં રોગ લાગવાની શક્યતાઓ રહેતી નથી. અહીંના ખેડૂતોને તાલીમ આપવાની સાથે સાથે ગ્રીનહાઉસ અને નેટહાઉસના કુલ ખર્ચના ૫૫ ટકા લેખે બાગાયત વિભાગ સરકારી સહાયની માહિતી આપી ખેડૂતોને મદદ કરવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. માઢી ગામના ખેડૂતોનો રોપા ઉછેરમાં ઉત્સાહ જાેઈ બાગાયત વિભાગ દ્વારા પણ અનેક સેમિનારનું આયોજન કરી પૂરતું ધ્યાન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે અને બનતી તમામ સહાયતા અને સરકાર દ્વારા અપાતી સહાય પણ તેમને સમજાવી મદદ રૂપ થવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે.