અમદાવાદ, કૃષિ કાયદાઓને લઈને દેશભરમાં વિવિધ સ્થળો પર આંદોલન કરવામાં રહ્યા છે અને ખાસ કરીને હરિયાણા અને પંજાબના ખેડૂતો દિલ્હીમાં હલ્લાબોલ કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાતના ખેડૂતો પણ એકઠા થવાના છે. દિલ્હીની બોર્ડર પર થઇ રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે ગુજરાતના ખેડૂતોના સંગઠનો પણ ગાંધીનગરમાં આજે બેઠક યોજવાના છે. ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠન એક મંચ પર આવશે જેમાં ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરવા મુદ્દે આ સંસદમાં ચર્ચા કરવામાં આવશે અને રાજ્યમાં આંદોલનને લઈને રણનીતિ પણ બનાવવામાં આવશે.  

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આ આયોજન કરવામાં આવશે જે બાદ ૧૨ તારીખે દિલ્હી કૂચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો સંસદને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે. રાજ્યભરના ખેડૂત અગ્રણીઓને આ સંસદમાં ભેગા થવા હાંકલ કરવામાં આવી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાઓ સામે વિવિધ સ્તર પર દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને મનાવવાના ઘણા પ્રયાસ કર્યા અને બેઠકોનો દોર પણ ચાલ્યો જાેકે હવે ખેડૂતો કાયદા પાછા ન જાય ત્યાં સુધી ઉગ્ર આંદોલનની યોજના બનાવી છે.

ખેડૂતોના આંદોલન વચ્ચે ખેડૂતો જે મુદ્દાઓને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે તે મુદ્દા પર કૃષિમંત્રીએ આશ્વાસન આપ્યું છે. મંત્રીએ ટિ્‌વટ કરીને કહ્યું કે એમએસપીને દૂર કરવામાં નહીં આવે અને એપીએમસી માર્કેટને બંધ નહીં કરવામાં આવે. નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં આશ્વાસન આપ્યા કહ્યું કે ખેડૂતની જમીન કોઇ પણ છીનવી ન શકે, ખરીદદાર ખેડૂતની જમીનમાં કોઇ પરિવર્તન નહીં કરી શકે. તેમણે કાયદાઓ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે કૃષિ કાયદાઓ સ્જીઁને કોઈ જ અસર છઁસ્ઝ્ર કરતા નથી અને આ કાયદાથી ખેડૂતો પાક ઉગાડે તે પહેલા જ કિંમત નક્કી કરી શકશે.