અમદાવાદ, કચ્છના જખૌ દરિયામાંથી ૨૮૦ કરોડની કિંમતના હેરોઈનના જથ્થા સાથે રવિવારે ૯ આરોપીને ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડ્યા હતા. બાદમાં આરોપીની પુછપરછ દરમિયાન લાલ માછલી પકડવાના બહાને ડ્રગ્સનો વેપલો ચલાવવા માટે આવ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. જાે કે આરોપીઓ પહેલા તો લાલપરી માછલી પકડવા જ આવ્યા હોવાનુ રટણ કરી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે, આવનાર સમયમાં આ ડ્રગ્સ કેસમાં મસમોટા ખુલ્લાસા થાય તેવી પુરેપુરી સંભાવના સેરવાઈ રહી છે.

કચ્છના જખૌ દરિયામાંથી ૨૮૦ કરોડની કિંમતનું ૫૬ કિલો હેરોઈનના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ અલ-હજ નામની પાકિસ્તાની બોટમાં તમામ આરોપીઓ સવાર થઈને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હોવાથી એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે પાકિસ્તાની બોટ અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની પુછપરછ હાથધરી હતી.

જાે કે પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ દરિયામાં લાલ પરી નામની માછલીનો શિકાર કરવા માટે પાકિસ્તાનથી આવ્યા હોવાનુ જણાવી રહ્યા હતા. જાે કે ડ્રગ્સ અંગે પુછપરછ કરતા આરોપીઓ કંઈ જણાવી રહ્યા નથી, જેના પગલે હવે આરોપીઓના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથધરવામાં આવશે.

જાે કે પુછપરછ દરમિયાન મસમોટા ખુલ્લાસાઓ થાય તો નવાઈની વાત નથી, અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬૦૦ કિલોમીટર લાબો દરિયાઈ વિસ્તાર અવાર નવાર ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની ગયુ છે જેટલી વખત કોસ્ટગાર્ડ, એટીએસ સહિતની એજન્સીઓએ ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપ્યા છે તેટલી વખત તેઓ માછલીનો શિકાર કરવા માટે આવ્યા હોવાનુ અને પોતે માછીમાર હોવાનુ જ રટણ કરી રહ્યા હોય છે.

૧૪ નોટીકલ માઈલ અંદર બોટ પકવા માટે ૨૦૦ રાઉન્ડ ફાયરીંગ

બાતમીના આધારે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથધરીને ૧૪ નોટીકલ માઈલ જળસીમાની અંદર જઈને પાકિસ્તાની અહ-હજ નામની બોટને ઉભી રાખવાનુ જણાવ્યુ હતુ. જાે કે પકડાઈ જવાના ડરના કારણે આરોપીઓએ બોટ પૂરપાટ ઝડપે હંકારવાનુ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અહ-હજ નામની બોટને રોકવા માટે એક-બે નહીં ૨૦૦ રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે અહ-હજ બોટ ઉભી રહી હતી બાદમાં એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે બોટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો પર્દાફાશ કર્યો હતો.

ત્રણ આરોપીઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી

ગુપ્ત સુત્રોથી મળતી માહિતી અનુસાર જ્યારે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની બોટ જાેઈ ત્યારે અહહજ બોટ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેમને રોકવા માટે ૨૦૦ રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં ત્રણ જેટલા પકડાયેલા આરોપીને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જાે કે આ તમામ આરોપીઓની પુછપરછ કરી બાદમાં તેમની સારવાર કરાવવામાં પણ આવી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.