ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે સુજલામ-સુફલામ યોજનાના ખાતમુહુર્તનો ફિયાસ્કો
20, માર્ચ 2022

ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે સુજલમ-સુફલામ અભિયાન ૨૦૨૨ અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા માટેના ક્મગીરીનુ ખાતમુહઁત કરવાનો કાયઁક્રમ હાથ ધરાયો હતો. જેમા ધ્રાંગધ્રા પંથકના જ આગેવાનોની ગેરહાજરી નજરે પડી હતી આ તરફ પયાઁવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ, તથા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરશોતમ સાબરીયાના હસ્તે તળાવ ઉંડુ કરવા માટેના ખાતમુહઁત હાથ ધરાયુ હતુ પરંતુ કાયઁક્રમને આમંત્રણ પત્રીકામા સ્થાનિક નેતા અને ભાજપના આગેવાન આઇ.કે.જાડેજાની બાદબાકી સ્થાનિક સંગઠન તથા કાયઁકરોને ઉડીને આંખે વળગતા મોટી સંખ્યામા ભાજપના કાયઁક્રમો પણ કાપ નજરે પડ્યો હતો આ તરફ કેબીનેટ મંત્રી તથા બબ્બે ધારાસભ્યની ઉપસ્થિતી કાયઁક્રમમા પણ લોકોની પાંખી હાજરી હોવાથી સુજલામ-સુફલામ અભિયાન અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા આ કાયઁક્રમનો ફિયાસ્કો થયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution