તુર્કીમાં 60 જગ્યાએ લાગી ભીષણ આગ: હજારો પશુઓનાં મોત, આગના કારણે અત્યારસુધી 4 લોકોની મોત 
30, જુલાઈ 2021

દિલ્હી-

દક્ષિણ તુર્કીમાં જંગલોની અંદર ભીષણ આગ લાગી છે અને હવે તે શહેરી વિસ્તારોમાં પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે 60 જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની છે. આ આગમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. તુર્કીના અધિકારીઓ હવે રહસ્યમય આગના કારણની તપાસ કરી રહ્યા છે. તુર્કીના અન્ય સ્થળોએ આગની ઘટનાઓ બની છે. તુર્કી બળી રહ્યું છે. પર્યટન માટે પ્રસિદ્ધ આ દેશની આગને લઇને સોશિયલ મીડિયા પર સતત 'Turkey Is Burning' અને 'Pray For Turkey' હેશટેગ સાથે લોકો ભયાનક તસ્વીર અને વિડીયો પોસ્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અનુસાર તુર્કીના 30 જિલ્લાની 60 જગ્યાઓ પર જંગલી આગ લાગી છે. આ ભયાનક આગના કારણે અત્યારસુધી 4 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજારો લોકો અને પર્યટકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવ્યા છે.તુર્કીના રાષ્ટ્રપતિએ આગ લાગવાના કારણની વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution