અમદાવાદ-

કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. સુરત શહેરની સ્થિતિને રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂંક કરી છે. રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. કિડની, યુ.એન.મહેતા હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. પંકજકુમાર સંક્રમિત થતા અવંતિકા સિંહની નિમણૂંક કરાઈ છે. હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારેકોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.