રાજકોટ-

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે હોસ્પિટલ પાસે ફાયર બ્રિગેડનું નો ઓબ્જેકશન સર્ટીફિકેટ એટલે કે NOC નહી હોય તેવી હોસ્પિટલ એક પણ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમમાં દાખલ નહી કરી શકે. રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા હાલ અખબારોમાં જાહેરખબર આપીને હોસ્પિટલોને જાહેર ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં નાની મોટી થઈને નોંધાયેલી હોય તેવી 400 હોસ્પિટલ છે. જેમાંથી 100 હોસ્પિટલ પાસે જ ફાયર બ્રિગેડનુ એનઓસી છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમા આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર બ્રિગેડે હાથ ધરેલી ચકાસણીમાં 170 હોસ્પિટલ પાસે ફાયર એનઓસીના હોવાથી રાજકોટ ફાયર બ્રિગેડે નોટીસ ફટકારી છે. રાજકોટમાં ફાયર NOC વિનાની હોસ્પિટલ, કોઈ પણ દર્દીને સારવારઅર્થે દાખલ નહી કરી શકે