નવી દિલ્હી

ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સિરિઝમાં ભારતીય ટીમે 2-1થી ઐતિહાસિક જીત મેળવી છે. જેનો ફાયદો ભારતીય ક્રિકેટ ટીમમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમ 117.65 રેટિંગ પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને હતું. 

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ઉપર ન્યૂઝિલેન્ડની ટીમ છે. ન્યૂઝીલેન્ડની ટીમ 118.44 રેકિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ભારતીય ટીમ 117.65 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ટેસ્ટ સિરિઝમાં પરાજય બાદ ઓસ્ટ્રેલિયન ટીમ 113 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે આવી ગઈ છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 106 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા અને દક્ષિણ આફ્રિકાની ટીમ 96 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝમાં ભારતીય ટીમે 2-1થી જીતી લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત સચિન તેડુંલકર સહિતના પૂર્વ ભારતીય ક્રિકેટરોએ ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. એટલું જ નહીં બીસીસીઆઈએ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવવાની સાથે રૂ. 5 કરોડનું બોનસ આપવાની જાહેરાત કરી છે.