રાધનપુર,સમીના વરાણા ખાતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર દ્વારા બંદૂકમાંથી ફાયરિંગ કરતાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.ફાયરિંગ આ મામલે પોલીસે વિડિયો મેળવીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. વરાણા ખાતે શુક્રવારે વિજયાદશમી નિમિત્તે રવિભાણ આશ્રમ ખાતે રાધનપુર વિધાનસભા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શસ્ત્ર પૂજા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સાથે અન્ય વ્યક્તિ બંદૂક વડે હવામાં ગોળીનું ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.શક્તિ પ્રદર્શન માટે ફાયરિંગ કરવું ગેરકાયદેસર હોય પૂર્વ ધારાસભ્યના ફાયરિંગના વીડિયોને લઈ ચકચાર મચતાં પોલીસે ફાયરિંગ મામલે તપાસ શરૂ કરી હતી. એસ.ઓ.જી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વીડિયોમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હોય ધારાસભ્યની પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.