ઉના, તાઉ-તે વાવાઝોડાથી મોટી નુકસાની થયેલ મત્સ્યદ્યોગને બેઠું કરવા રાજ્ય સરકારે ૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જે અપૂરતું અને ઓછું હોવાની વાત કરી ગીર સોમનાથની માછીમારોની સંસ્થા દરિયા દિલ માછીમાર હિત રક્ષક સંધએ જણાવેલ કે, વાવાઝોડાથી દરેક બોટમાં ૧૧ લાખના માલ-સામાનની નુકશાની સામે રાહત પેકેજમાં ૩૫ થી ૭૫ હજારની સહાય મળશે તેવી જાેગવાઈ છે તેના સ્થાને ઓછામાં ઓછું રૂ.૫ લાખનું વળતર આપવા અમુક મુદા ટાંકી માંગણી કરી છે.દરિયા દિલ માછીમાર સંઘના ભરતભાઈ કામળીયાની આગેવાનીમાં માછીમારોએ મુખ્યમંત્રીને સંબોધેલ અને તંત્રને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લામાં તાઉ તે વાવાઝોડાના કહેરમાં મત્સ્યદ્યોગ ભારે નુકસાન થયું છે. માછીમારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકારે ૧૦૫ કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કરેલ છે. આ પકેજમાં માછીમારોને થયેલ નુકશાનીના અનેક મુદાઓ સમાવવાના રહી ગયેલ છે. જેમાં પેકેજમાં ખલાસીઓ માટે રૂ.૨ હજારની જાેગવાઈ થયેલ છે પરંતુ માછીમારોની ઘણી ફિશીગ બોટ તુટી ગઈ હોવાથી નજીકના સમયમાં માછીમારીનો ધંધો ચાલુ થઈ શકે એવી પરિસ્થિતિ ન હોય જેથી આગામી મહિના સુધી રૂ.૨ ના બદલે ૫ હજાર દરેકને સહાય પેટે ચુકવવા જાેઈએ. માછીમારી વ્યવસાયમાં અનેક સ્તરે બહેનો કામ કરે છે ત્યારે તેઓને સહાય મળે તેની કોઈ જાેગવાઈ પેકેજમાં નથી. ત્યારે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ૩૦ હજારથી મહિલાઓ રોજગારી માછીમારી થકી મેળવતી હોય તે તમામ માટે રૂ.૫ હજાર પ્રતિમાહ ૫ હજાર આગામી ૬ માસ સુધી ચુકવાય તે જરૂરી છે.વધુમાં વાવાઝોડામાં અનેક બોટો નુકસાન થયેલ હોવા ઉપરાંત નાસ પામી છે. ત્યારે રાહત પેકેજમાં મામુલી રકમ ફાળવી હોય જે અપૂરતી છે. જેથી બોટોના સમારકામ માટે માછીમારોને રૂ.૩૦ થી ૪૦ લાખની રકમ લોન રૂપે આપવી જરૂરી છે.તો જ માછીમારો આગામી સીઝનમાં બોટો ચાલુ કરી શકશે. જ્યારે વાવાઝોડાના કારણે બંદરમાં પાર્ક કરેલી મોટાભાગની બોટમાં અંદાજે રૂ.૧૧ લાખના અંદાજીત નુકસાન સામે રૂ.૩૫ થી ૭૫ હજારની સહાય જાહેર કરી છે. તેના બદલે રૂ.૫ લાખનું વળતર આપવું જાેઈએ. બોટ માલીકએ પકડેલ તાજી અને સ્ટોક કરેલ માછલીઓ નાશ પામી હોવાથી બોટ માલીકને ૩ થી ૫ લાખની કિંમતની માછલીઓ નાશ પામી કે બગડી ગઈ છે. જે બાબતે કોઈ જાતનો નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો નથી. જેથી આવી નુકશાન બાબતે ૫૦ ટકા રકમ વળતર આપવા માંગણી છે. વાવાઝોડામાં ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના અનેક બંદરોમા થયેલ બોટોને નુક્શાનીમાં અનેક બોટ માલીકોના કોલ-લાઈસન્સ સહિતના ડોકયુમેન્ટ નાશ પામ્યા હોય તે નવા કાઢી આપવા જાેઈએ. ઉનાના સૈયદ રાજપરા, જાફરાબાદ જેવા અનેક બંદરોમા બીજા ગામોના માછીમારો સ્થળાતર કરી કાચા-પાકા મકાનો બાંધી રોજગારી માટે રહે છે. ત્યારે વાવાઝોડાના કારણે આવા અનેક મકાનો નાશ પામ્યા, તુટી ગયાની સાથે ઘરવખરી નાશ પામી હોવા છતા તેઓને કોઈ સહાય આપવામાં આવેલ નથીમ જેથી આવા સ્થળાંતરીત માછીમારોના મકાનોની સહાય ચુકવવામાં આવે તેવી માંગણી છે. ગીર સોમનાથ અને અમરેલી જીલ્લામાં અનેક પગડીયા માછીમારો નોધાયેલા છે વાવાઝોડામાં તેમની નાની હલેસાથી ચાલતી હોડીઓ, નેટ તેમજ અન્ય સાધન સામગ્રીઓ નાશ પામી હોવાથી તેમને ૧ લાખનું વળતર જાહેર કરવા અંતમાં માંગણી કરી છે.