દ્ધારકા, ધૂળેટીનો રંગોનો ઉત્સવ પાંચ પરિવારો માટે માતમનો દિવસ બની ગયો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં આજે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં રંગોનો ઉત્સવ દુઃખનો દિવસ બની ગયો ચે. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધૂળેટીના દિવસે રંગોથી ઉત્સવની ઉજવણી કર્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. જાેકે, આ પાંચેય મિત્રો નદીમાં ડૂબી જતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે ધૂળેટીનો તહેવાર હોવાથી ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગોથી રમ્યા હતા. બાદમાં તેઓ નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં ન્હાવાનો આનંદ માણી રહેલા આ મિત્રો અકસ્માતે ડૂબી ગયા હતા જેના કારણે તેમના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે પાંચેય મિત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. નદીમાં ડૂબીને મોતને ભેટેલા પાંચેય કિશોરોની ઉંમર ૧૬-૧૭ વર્ષની હતી. આ પાંચેય મિત્રો હતા અને તમામ લોકો શિવનગર, રામેશ્વર પ્લોટ અને ખારાવાડ, ભાણવડના રહેવાસી હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્રોના મૃતદેહો જાેઈને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. પોલીસે તમામ મૃતદેહોનો કબ્જાે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જીતભાઈ ભરતભાઈ કવા (ઉ.વ.૧૬) રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ

હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ

(ઉ. વ ૧૭) રહે. ખરાવાડ, ભાણવડ

ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.૧૬) રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ

ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા રહે. શિવનગર, ભાણવડ

હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી (ઉ.વ.૧૬) રહે. શિવનગર, ભાણવડ