23, સપ્ટેમ્બર 2021
પાદરા
પાદરા પોલીસ મથક માં આવેલ નવા પી.આઈ એસ.ડી. ધોબી એ સપાટો બોલાવ્યો, ચાર્જ લીધા ના બીજા દિવસે પી.આઈ અને પોલીસ સ્ટાફ સાથે પાદરા ના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીગ કર્યું હતું દબાણ કર્તાઓને સૂચાનાઓ આપી દબાણ નહિ કરવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. દારૂનો ધંધો કરતા તેમજ વિવિધ વિસ્તારોમાં ટોળા વળી અડીંગો જમાવતા અસામાજિક પ્રવૃતિઓ કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પાદરા પોલીસ મથક ના નવા આવેલ પી.આઈ. એસ.ડી.ધોબી અને પોલીસ સ્ટાફ દ્વારા પાદરા ના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીગ કર્યું હતું. પાદરા નગર ના મુખ્ય માર્ગો પર માથા ના દુખાવા સમાન ટ્રાફિક અને દબાણકર્તાઓ ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી ટ્રાફિક અને દબાણકર્તાઓ ને દબાણો નહિ કરવા સૂચના આપવામાં આવી હતી આજે પોલીસ મથક થી ફૂટ પેટ્રોલીગ શરૂ કર્યું હતું અને જેમાં ગોવિદપુરા તથા એસ.ટી.ડેપો પાસે ના દબાણકર્તાઓ તેમજ વડોદરા તરફ જતા ગેરકાયદેસર મુસાફરો ભરતા રીક્ષા છકડા તથા સરકારી દવાખાના પાસે અને સામે ના અડીગો જમાવી બેઠેલાં વાહનો તથા દબાણકર્તાઓ ને સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે માથાના દુખાવા સમાન સરદાર પટેલ શાક માર્કેટ પાસે લારીઓ ના દબાણકર્તાઓ ને સ્પષ્ટ સૂચના આપવમાં આવી છે સાથે ફુલબાગ જકાતનાકા અને અંબાજી રોડ સહિત પાલીકા વિસ્તારમાં તેમજ જુના એસ.ટી.ડેપો સહિત ના વિસ્તારો માં ટ્રાંફિક કરતા તેમજ લારીઓ અને દુકાન ની બહાર લટકનિયા લટકાઈ રાખતા દુકાનદારો સહિત જાહેર માં વાહન મુકતાઓ ને પણ સૂચના આપવામાં આવી હતી પ્રથમ વખત સૂચનાઓ આપવામાં આવી હતી હવે પછી કાર્યવાહી કરવામાં આવશે. પાદરા ના જુના ડેપો, ગાયત્રી મદિર રોડ, વુડા ચાર રસ્તા સહિત એસ.ટી ડેપો ની પાછળ કૃષ્ણ કોમ્પ્લેક્સ ના વિસ્તારમાં ટ્રાફિક ને અડચણ રુપ દબાણો દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી