ગુજરાત માટે ઘરેલું હિંસા, અને લગ્નેત્તર સંબંધોની તકરાર ચિંતાજનક વિષય
02, નવેમ્બર 2021 594   |  

ચિંતન રાવલ, કોરોનાના કહેરના વસમાં દિવસો દરમિયાન ઘરેલુ હિંસા સહીતના અનેક બનાવો બનવા સાથે નોકરી ધંધા પર વિપરીત અસર પડતાં તેની સીધી અસર સામાજીક જીવન અસ્ત વ્યસ્થ થઈ ગયુ અને અનેક અધટીત ઘટના સાથે સમાજ તૂટવા લાગ્યો હતો. આવા વરવા સંજાેગોમાં તૂટતી સમાજ વ્યવસ્થાને બચાવવા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ભૂમિકા ખૂબ જ આશિર્વાદરૂપ સાબિત થતી જાય છે. ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ સેવાની જેમ સામાજીક સુરક્ષા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેને અત્યાર સુધીમાં સારો પ્રતિભાવ મળ્યો છે. પ્રચાર-પ્રસારને કારણે સામાન્ય યુવતિ કે ગ્રૃહિણી સાસરીયામાં ત્રાસ આપે કે અજાેસ પડોસમાં કોઈ હેરાન કરે કે પછી પ્રેમ-પ્રકરણમાં નાસીપાસ થઈ હોય તો તરત જ ૧૮૧ પર કોલ કરીને મદદ લે છે, અને અભયમની ટીમ ફાયર બ્રિગેડની જેમ તરત આપેલા સરનામે પહોંચીને અસરગ્રસ્ત મહિલા કે યુવતિને કાઉન્સિલીંગ કરે છે. થોડી પારિવારીક હિસ્ટ્રી જાણીને માતા-પિતાને સમજાવવા જેવા લાગેતો તેમને પણ સમજાવે છે. એ રીતે અત્યાર સુધીમાં અભયમની ટીમે ૯,૨૩,૧૮૯ કોલ આવ્યા છે જેમાં ૧૮૮૩૪૨ જેટલા કેસોમાં સુખદ સમાધાન કરાવ્યું છે.૧૮૧ને જેમ કોલ મળે છે તેમા મોટાભાગે ડોમેસ્ટીંક વાયોલેન્સ, પ્રેમ, માનસિકત્રાસ, બિભત્સ વર્તન, શારીરક હુમલો અને ઘર વિહોણા વૃધ્ધ જનોને મદદને લઈને પોતાની સમસ્યાઓ ઉકેલે છે. એક રીતે જાેતા આજના સમયમાં જ્યારે ભાગદોડભરી જીંદગી, મોબાઈલ યુગમાં દિકરા દિકરી પાસે સમયનો અભાવ, દેખાદેખી, દહેજ પ્રથા વગેરેને જાેતા આ હેલ્પલાઈન મહિલાઓ માટે ખુબ જ આશિર્વાદરૂપ સાબિત થઈ છે. હાલમાં ૪૭ જેટલી રેસ્ક્યુ વાને અત્યાર સુધીમાં હેલ્પલાઈનને ૯,૨૩,૧૮૯ સર્વીસ કોલ મળ્યા છે, તેમાંથી ૧,૮૮,૩૪૨ નો સુખદ નિવેડો લાવી શકાયો છે. ૧૮૧ અભયમ હેલ્પલાઈનને મોટાભાગના કોલ મળે છે, તેમાં સમગ્ર જિલ્લામાં અમદાવાદ શહેરમાંથી ડોમેસ્ટીક વાયોલેન્સ અને સૌથી મહત્તમ આડા સંબંધના કેસો માટેના કોલ મળ્યા છે. તેમાં પ્રેમ પ્રકરણના અને લગ્નેતર સંબંધો બાબતના સૌથી વધુ બનાવો મોટા સીટી અમદાવાદ, વડોદરા અને સુરત પૈકી અમદાવાદમાં વધુ જાેવા મળ્યા છે. તે પૈકી પરણિત પુરુષ બીજા લગ્ન કરે છે અથવા બીજા લગ્ન કરવા પત્નીને માનસિક, શારીરીક ત્રાસ આપવા, પ્રેમીકાને બેવકુફ બનાવી, લગ્નની લાલચ આપી ફસાવવી, પરણિતાને પિયરમાંથી દહેજ લાવવાના બનાવો ખુબ જ વધવા લાગ્યા છે. તો ક્યાંક પ્રેમમાં અંધ બનેલી યુવતી કંઈ પણ જાેયા જાણ્યા વગર પ્રેમી સાથે લગ્ન કરવા પોતાના માતા-પિતાને આપઘાત કરવાની ધમકી આપવી જેવા નાજુક પ્રશ્નોના કોલ અભયમની ટીમને મળે છે. પરંતુ અભયમની ટીમ આ નાજુક પ્રશ્નોનો નિકાલ કાઉન્સેલીંગ દ્વારા સુપેરે પાર પાડે છે. આવા પ્રસંગો મોબાઈલ અને દેખાદેખીમાં વધુ બનતા હોય છે. ભણવા માટે બાળકોને મા-બાપ મોબાઈલ આપે છે પંરતુ પછી જાેતા નથી કે બાળક તેનો કેવો ઉપયોગ કરે છે. આવી જ રીતે બેસહારા વૃદ્ધોને સહાય કરવામાં અભયમની ટીમે ઘણુ સારુ કામ પાર પાડ્યું છે. કેટલાક કિસ્સામાં મા-બાપ પાસેથી મિલકતો પોતાના નામે લખાવી, તેમને છત્તે ઘરે બેઘર બનાવી દે છે. ત્યારે વૃદ્ધોની હાલત ખૂબ જ દયનિય બની જાય છે, આવા કપરા સમયમાં અભયમની ટીમને ખૂબ જ સમજદારી અને કુનેહ પૂર્વક કામ પાર પાડવુ પડે છે. ૧૮૧ અભયમ હેલ્પલાઈને જે મોટા ભાગના કોલ મળે છે તેમાં ઘરેલુ હિસ્સાના ૩,૪૩,૦૫૮, આડાસંબંધો ૧૬,૧૬૫, બે સહારા બનેલા વૃદ્ધ ૧૭૦૫ આ સાથે જ જનરલ ઈન્ફોમેસન માટે ૧,૧૪,૫૪૮, લીંગલ સમસ્યા ૨૪૪૨૬ સહીતના અનેક સમસ્યાના કોલ અભયમમાં આવતા હોય છે અને અભયમની ટીમ દ્વારા તેનુ સુખદ સમાધાન કરવામાં આવે છે.

રાજ્યનના જિલ્લા પ્રમાણે આંકડા

 ઘરેલું હિંસ્સા આડાસંબંધો બેસહારા બનેલા વૃધ્ધો

જિલ્લા ૫ વર્ષમાં ચાલુ વર્ષમાં ૫ વર્ષમાં ચાલુ વર્ષમાં ૫વર્ષમાં ચાલુવર્ષમાં

અમદાવાદ ૪૯,૪૨૯ ૧,૦૫૫ ૨,૯૫૬ ૩૭ ૨૯૩ ૧૨

અમરેલી ૬,૨૮૯ ૧૦૧ ૨૪૮ ૬ ૧૮ ૦

આણંદ ૧૦,૮૮૫ ૧૮૨ ૪૦૦ ૧૨ ૫૨ ૦

અરવલ્લી ૪,૬૬૯ ૯૮ ૨૨૬ ૩ ૩૯ ૦

બનાસકાંઠા ૭,૬૪૫ ૧૯૬ ૨૪૫ ૪ ૩૭ ૦

ભરૂચ ૯,૪૧૫ ૨૦૭ ૩૮૮ ૫ ૧૬ ૧

ભાવનગર ૧૫,૨૩૩ ૨૮૨ ૬૯૯ ૧૪ ૭૬ ૨

બોટાદ ૩,૯૭૯ ૬૨ ૧૮૬ ૧ ૧૨ ૦

છોટાઉદેપુરા ૩,૮૨૬ ૪૧ ૨૩૫ ૦ ૧૫ ૦

દાહોદ ૬,૯૭૫ ૧૨૮ ૨૫૨ ૬ ૧૧ ૦

દ્વારકા ૩,૪૩૭ ૭૩ ૧૦૯ ૦ ૧૬ ૧

ગાંધીનગર ૬,૭૦૮ ૧૩૨ ૩૮૪ ૨ ૩૯ ૦

ગીરસોમનાથ ૫,૯૪૦ ૧૨૦ ૨૦૧ ૦ ૨૧ ૦

જામનગર ૧૦,૦૧૪ ૨૦૨ ૪૦૦ ૨ ૬૪ ૧

જુનાગઢ ૧૦,૫૬૮ ૧૭૪ ૩૮૦ ૫ ૪૮ ૦

ખેડા ૮,૬૦૮ ૧૭૯ ૨૮૪ ૨ ૩૪ ૦

કચ્છ ૧૬,૧૨૯ ૩૪૧ ૪૨૦ ૪ ૪૭ ૨

મહેસાણા ૮,૦૦૨ ૧૭૭ ૩૭૬ ૬ ૪૪ ૦

મહિસાગર ૫,૧૨૧ ૮૦ ૧૪૭ ૨ ૧૦ ૦

મોરબી ૬,૩૭૯ ૧૪૨ ૨૧૭ ૨ ૩૫ ૦

નર્મદા ૩,૫૩૯ ૫૪ ૧૯૦ ૪ ૧૩ ૦

નવસારી ૬,૮૨૩ ૧૦૦ ૪૯૩ ૫ ૩૨ ૦

પંચમહાલ ૧૩,૩૩૧ ૨૩૮ ૪૧૬ ૫ ૪૫ ૨

પાટણ ૫,૩૫૨ ૧૧૮ ૧૬૪ ૩ ૨૭ ૦

પોરબંદર ૩,૬૬૪ ૫૬ ૧૬૫ ૨ ૨૨ ૦

રાજકોટ ૨૬,૭૬૦ ૫૬૬ ૧,૧૧૯ ૨૭ ૧૭૭ ૩

સાબરકાંઠા ૮,૩૨૦ ૨૦૧ ૨૩૭ ૪ ૩૫ ૨

સુરત ૨૬,૩૭૮ ૪૫૫ ૧,૫૯૯ ૩૧ ૧૨૪ ૨

સુરેન્દ્રનગર ૭,૧૨૧ ૧૫૪ ૩૭૪ ૧૩ ૩૩ ૧

તાપી ૪,૭૯૮ ૧૦૨ ૩૩૫ ૦ ૩૬ ૧

ડાંગ ૧,૩૦૩ ૨૪ ૮૪ ૩ ૮ ૦

વડોદરા ૩૧,૩૧૦ ૫૭૧ ૧,૮૪૯ ૨૫ ૨૦૫ ૦

વલસાડ ૫,૦૮૪ ૬૯ ૩૪૮ ૯ ૨૧ ૦

કુલ ૩,૪૩,૦૫૮ ૧૬,૧૬૫ ૧,૭૦૫

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution