આગામી પાંચ દિવસ ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે
15, મે 2022

અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહી થાય અને ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે.રાજ્યમાં ગરમી મામલે મોટી રાહતની વાત સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાતના લોકોને ૫ દિવસ ગરમીથી રાહત મળશે. ૫ દિવસ ગરમી નહીં વધવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. ૫ દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે.મહત્વનું છે છેલ્લા કેટલા દિવસથી કાળઝાળ ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ૫ દિવસ સુધી કોઈ હીટવેવની આગાહી નથી કરવામાં આવી. ફક્ત આજ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી છે. આવતીકાલે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. આવતીકાલથી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આવતીકાલથી અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો થશે તેવું હવામાન વિભાગના એક્સપર્ટ વિજીનલાલે જણાવ્યું છે. બીજી તરફ, દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે. ૨૭ મે સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. દર વર્ષ કરતા એક અઠવાડિયું વહેલું ચોમાસાનું આગમન થશે. સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution