દિલ્હી-

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટટનેશનલ પ્રવાસીઓએ 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન અને 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.

આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે. જેમાં ડોમેસ્ટિક પેસેન્જર એસિમ્ટોમૈટિક હશે, તો તેને પણ સળંગ ૧૪ દિવસ સુધી જાતે જ પોતાની હેલ્થની ચકાસણી કરવી પડશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન રહેવું પડશે. તે પછી પણ 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકીંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજીયાત ડાઉનલોડ કરવી પડશે.

પેસેન્જરે કયા નિયમોનું પાલન કરવું પડે છે

- ઘરેલુ મુસાફરી માટે પેસેન્જર્સે ૨ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે.

- એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ મળશે

- 14 વર્ષથી વધુ ઉંમરના મુસાફરોના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત છે. જાે આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં.

- મુસાફરોએ પોતાના પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે.

- મુસાફરોએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે

- મુસાફરોને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે.