દીલ્હી-

દિલ્હી હિંસા મામલે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે વધુ એક ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલે તોફાનોમાં કથિત ભૂમિકાના આરોપમાં મોડી રાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ કરી છે. આ ધરપકડ Unlawful Activities Prevention Act (UAPA) હેઠળ થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખાલિદની 11 કલાક લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ફેબ્રુઆરી 2020 માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાઓમાં 53 લોકોના મોત થયા હતા. હિંસાને કારણે 581 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 97 લોકોને ગોળી વાગી હતી. આ દાવો દિલ્હી પોલીસની ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ કેસની પૂરક ચાર્જશીટમાં સીપીઆઈના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતી ઘોષ, કાર્યકર અપૂર્વવાનંદ અને દસ્તાવેજી ફિલ્મમેકર રાહુલ રોયના નામ પણ શામેલ કર્યા છે.

NUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ કાર્યવાહી ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા મામલે કરી છે. આ આગાઉ દિલ્હી પોલીસ દ્વારા દાખલ એક આરોપ પત્રમાં સીતારામ યેચુરી,સામાજીક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ અને અન્ય મોટી હસ્તિઓના નામ સામેલ છે.