ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે પૂર્વ જસ્ટિસ રાજેશ શુક્લની નિંમણૂક
23, જુન 2020

ગાંધીનગર:

ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસ રાજેશ એચ શુક્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્ય મંત્રીશ્રી વિજય  રૂપાણી ની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. 

 વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો.

રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષ જેટલા સમમથી લોકાયુક્તનું પદ ખાલી હતું. આખરે રાજ્ય સરકારે મંજૂરી આપતા જસ્ટિસ શુક્લને નવા લોકાયુક્ત બનાવવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution