22, મે 2025
જામનગર |
9207 |
રાજકુમારી અને પ્રતાપગઢના પૂર્વ મહારાણી મુકુંદ કુમારીનું યુકેમાં નિધન
જામ સાહેબ શત્રુશલ્યજીએ શોક સંદેશ પાઠવ્યો
જામનગરના માજી રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી રાજકુમારી મુકુંદ કુમારી, કે જે તેઓ પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબાનું દુ:ખદ અવસાન થયું છે. જેઓને જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
જામનગરના જામસાહેબે શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે, હું ખૂબ વ્યથા અને ભાંગેલા હ્રદય સાથે શુભચિંતકોને જણાવું છું કે, મારા વચેટ બહેન રાજકુમારી મુકુંદ કુમારી, પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબાનું, વિલાયતમાં દુઃખદ અવસાન થયું છે અને તેઓ સ્વર્ગવાસ થયા છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રતિભાશાળી અને અત્યંત બહાદુર વ્યક્તિત્વ હતા. જેના માટે હું ખૂબજ ગૌરવ અનુભવતો હતો. તેમજ આપણા કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમનો વ્યથિત ભાઇ, મહારાજા જામસાહેબ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે.