પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
16, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ત્રીજી પુણ્યતિથિ છે. 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું નિધન થયું હતું. તેમની ગણતરી દેશના એવા નેતાઓમાં થાય છે જે ક્યારેય પક્ષગત રાજનીતિના બંધનમાં બંધાયેલા નહતા. તેમને હંમેશા તમામ પક્ષો તરફથી ભરપૂર સ્નેહ અને પ્રેમ મળ્યો હતો. દેશના તમામ નેતાઓ અને જનતા આજે પણ તેમને એટલા જ મનથી યાદ કરે છે. આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ અવસરે દેશ અટલજીને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વ પીએમની પુણ્યતિથિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર જઈને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution