ચેન્નેઇ-

ટીઆરએસના નેતા અને તેલંગાણાના ભૂતપૂર્વ ગૃહ મંત્રી નયની નરસિમ્હા રેડ્ડીનું ગુરુવારે 76 વર્ષની વરયે નિધન થયું છે. 2014માં તેલંગાણા અલગ રાજ્ય બન્યું તે વખતે રેડ્ડી સૌપ્રથમ ગૃહ મંત્રી બન્યા હતા. નરસિમ્હા રેડ્ડીની ખાનગી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોના પછીની સારવાર ચાલી રહી હતી. કોરોનાથી તેમના ફેફસા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.

રેડ્ડીએ હૈદરાબાદના એક વરિષ્ઠ યુનિયન નેતા તરીકે અલગ તેલંગાણા માટેની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. અખંડ આંધ્ર પ્રદેશમાં વિધાનસભામાં તેઓ 1978, 1985 અને 2004 એમ ત્રણ ટર્મમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. દિવંગત વાય એસ રાજશેખર રેડ્ડીની સરકારમાં તેઓ મંત્રી તરીકે પણ રહ્યા હતા.

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે બુધવારે નરસિમ્હા રેડ્ડી જે હોસ્પિટલમાં દાખલ હતા તેની મુલાકાત લીધી હતી અને તેમની તબિયતના ખબરઅંતર હોસ્પિટલ સ્ટાફ પાસેથી લીધા હતા. સીએમ રાવે રેડ્ડીના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.