અમદાવાદ, અમદાવાદના એસ પી રિંગ રોડ પર નિર્માણ પામી રહેલા બ્રિજનો કેટલોક હિસ્સો ધરાશાહી થયો હતો. બોપલ થી શાંતિપૂરા તરફ જતાં બ્રિજનો કેટલોક ભાગ પડી જતાં ઔડાની ટીમો દોડતી થઈ ગઈ હતી. આજે ઔડાની ટિમ દ્વારા બ્રિજના કામ ની સમીક્ષા કરશે. આ બ્રિજ માટે ઔડા એ રણજીત બિલ્ડકોન પ્રાઈવેટ લિમિટેડ કંપની ને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ બ્રિજનું ૫૦ ટકા કામ પૂરું થઈ ગયું હતું જાેકે મોદી રાતે આ બ્રિજ્નો ભાગ પડતાં કોઈ જાણ હાનિ થઈ નથી. જાેકે બ્રિજ ના કેટલાક ભાગ સાથે તેના સપોર્ટ માટે રાખવામાં આવેલા બીમ પણ તૂટી ગયા હતા. સરકાર એ આપેલા કોન્ટ્રાક્ટમાં પોલંપોલ જાેવા મળી રહી છે લાખો કરોડો રૂપિયા ચાઉ કરીને આવા કોન્ટ્રાકટરો હલકી ગુણવત્તનો સામાન વાપરી અને જલદી તૂટી જાય તેવા બ્રિજ બનાવી અને સરકારને આપી દેછે. જાેકે ચોમાસા દરમિયાન પણ બ્રિજ પરથી ડામર અને સિમેન્ટ ઉખાડી જવાની પણ અનેક ઘટનાઓ બની હતી. મોડી રાતે બ્રિજનો કેટલોક ભાગ ધરાસાઈ થતાં ત્યાં કામ કરેલા મજૂરો હજાર નહોતા જેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી અને કોઈ દટાયું છે.