જયપુર-

જયપુરમાં ભારે વરસાદને કારણે, ઇજિપ્તથી લાવવામાં આવેલી 2400 વર્ષની મમી પાણીમાં ડૂબવાથી બચી ગઈ. 1981 પછી પહેલીવાર રાજસ્થાનનું આલ્બર્ટ હોલ મ્યુઝિયમ પાણીમાં ગરકાવ થઈ ગયું. ઇજિપ્તથી લાવવામાં આવેલી મમી અહીં 130 વર્ષથી અહીં રાખવામાં આવી છે.14 ઓગસ્ટના રોજ જયપુરમાં 7.36 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે આલ્બર્ટ હોલ સંગ્રહાલયમાં 5 ફૂટ પાણી ભરાયું હતું. આ મ્યુઝિયમની બેસમેન્ટ ગેલેરીમાં 2400 વર્ષ જુની મમીના 4 ફૂટ ઉંચા બોક્સમાં પાણી પહોંચ્યું હતું. કર્મચારીઓએ કાચ તોડી મામીને બહાર કાઠી હતી. સારી વાત એ હતી કે મમીને ખુબ ઉચ્ચાઇ પર  ગ્લાસમાં રાખવામાં આવી હતી.

તુતુ નામની સ્ત્રીની આ મમી 322 બીસીમાં ટૌલોમૈકયુગની છે. ઇજિપ્તની મહિલા પુજારી તૂતુની સચવાયેલી મૃતદેહને પાનોપોલિસ શહેરના અખ્મિનથી લાવવામાં આવી હતી. કહેવાય છે કે 2400 સો વર્ષ જૂની આ મમ્મી કૈરો લાવવામાં આવી હતી અને 130 વર્ષ પહેલાં જયપુર પહોંચી હતી. વરસાદને કારણે પુરાતત્ત્વ વિભાગ અને સંગ્રહાલયોની 100 થી વધુ ફાઇલો સંપૂર્ણ રીતે ડૂબી ગઈ છે અને ઘણી દુર્લભ હસ્તપ્રતો પણ નાશ પામી છે. છેલ્લા ઘણા દિવસથી આલ્બર્ટ હોલનો સ્ટાફ સૂકવવામાં કાર્યરત છે.

આલ્બર્ટ હોલ મ્યુઝિયમના આશ્રયદાતા રાકેશ ઓલકે કહ્યું કે આ બાબતોને સુધારવામાં એક મહિનાથી વધુનો સમય લાગશે. અમારા ખૂબ જ મહત્વપૂર્ણ નકશા અને હસ્તપ્રતો સહિત અનેક દુર્લભ પેઇન્ટિંગ્સ પણ તેમાં બરબાદ થઈ ગઈ છે. અમે 3 દિવસ માટે આલ્બર્ટ હોલ બંધ રાખ્યો છે અને પલાળેલા માલને સૂકવવામાં રોકાયેલા છીએ.