ચાર દીકરીઓ તરીને દ્વારકાથી શિવરાજપુર પહોંચી
14, ફેબ્રુઆરી 2023

પોરબંદર,તા.૧૪

વર્ષ ૨૦૨૨માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન આયોજિત તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પોરબંદરના સમસ્ત ખારવા સમાજ, મરીન સિક્યુરિટી ગાર્ડ, ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સહયોગથી સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો મળી, કુલ દસ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરિઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરિઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થઈ તે હેતુથી કૃષ્ણનગરી દ્વારકાથી શિવનગરી સોમનાથમાં ઓપન વોટર સમુદ્ર તરણ એક્સપિડેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દ્વારકાથી શિવરાજપુર બીચ વચ્ચે ૧૫ કિ.મી. જેટલો સુંદર અને રમણીય દરિયાકાંઠો છે. તેમાં ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ અને દ્વારકામાં નવી રોજગારીની તકો ઊભી થાય તે હેતુથી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જાેશી, વેનેસા શુક્લ બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાક રવિવાર તા. ૧૨ના રોજ દ્વારકાથી શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સવા આઠ વાગ્યે દ્વારકા બીચ ખાતેથી ચાર દીકરીઓએ સ્વિમિંગ શરૂ કર્યું હતું. જે બપોરે સવા બાર વાગ્યે શિવરાજપુર બીચ ખાતે પૂર્ણ થયું હતું. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન તથા સમસ્ત ખારવા સમાજ પોરબંદર મરીન સિક્યુરિટી ગાર્ડ ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ગુજરાતના સહયોગથી વર્ષ ૨૦૨૨માં સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો સહિત કુલ ૧૦ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરિઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરિઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થાય તેવા ઉમદા હેતુથી હરીથી હર એટલેકે ભગવાન કૃષ્ણની નગરીથી ભગવાન શિવની નગરી દરમિયાન ઓપન વોટર સમુદ્ર ત્રણ એક્સપિડેશન કાર્યક્રમ યોજેલો હતો. જેની ભવ્ય સફળતા બાદ તા. ૧૨.૦૨.૨૩ના રોજ દ્વારકાથી શરૂ કરીને શિવરાજપુર બીચ, જે અંદાજે ૧૫ કિ.મી જેટલું અંતર છે. ત્યા સુધી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જાેશી, વેનેસા શુક્લ, બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાંકે તારીખ ૧૨/૦૨/૨૩ના રોજ દ્વારકાથી લઈ શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution