ગુજરાતમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
16, જુલાઈ 2020

ગાંધીનગર-

સૌરાષ્ટ્રમાં  વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ત્યારે ઉના અને દીવ પંથકમાં  વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ સાથે જ ગીર ગઢડા પંથકમાં ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મહત્વનું છે કે આગામી તા. ૧૭થી ૨૩ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પીપીટી રજૂ કરી આગામી અઠવાડીયામાં ૧૭થી ૨૩ જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્રની ધરતી પર આ વર્ષે પણ મેઘરાજાનું હેત વધારે રહ્યું છે અને આજ તા.૧૪ જૂલાઈ સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસતો હોય છે તેના કરતા ૫૦ ટકાથી ૫૦૦ ટકા વધુ અને એકંદરે ૧૨૫ ટકા વધુ એટલે કે સવા ગણો વરસાદ વરસી ગયો છે. ઉપરાંત, આજે ફરી ગુજરાતમાં નૈઋત્યના વરસાદી પવનની સાથે ભારે વરસાદ આવે તેવી શક્્યતા બળવત્તર બની છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાનખાતાએ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution