પાડોશીને ઠપકો આપવા જતા ખેલાયો ખુની ખેલ, મહિલા સહિત ચાર શખ્સોએ તલવારથી રહેશી નાખ્યો
03, સપ્ટેમ્બર 2021

પાટડી-

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ખાતે પાણી ઢોળવા જેવી સામાન્ય બોલાચાલીમાં હત્યાનો અંજામ અપાયો હતો જેમા ચાર શખ્સો દ્વારા તલવાર સહિતના તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા ગંભીર રીતે ઇજા પામેલા ઇજાગ્રસ્ત સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના ઝીઁઝુવાડા ગામે રહેતા ચંદ્રસિંહ ઝાલાના દિકરા દિગ્વીજયસિંહ પોતાના રહેણાંક મકાને હતા તેવા સમયે પાડોશીને ફરીયાદ પાણી ઢોળવા બાબતે મનાઇ કરતા બોલાચાલી થઇ હતી જે બાદ મામલો થાળે પડી જતા થોડા સમય બાદ ચંદ્રસિંહ ઘેર આવતા પોતાના પરિવારજનો દ્વારા સમગ્ર ઝગડાની વાતચીત ચંદ્રસિંહના ધ્યાને આવતા તેઓ દ્વારા પાડોશીને પાણી ઢોળવા બાબતે થયેલ બાબતની સમજાવટ કરી ઠપકો આપવા જતા પાડોશી પ્રરણસિંહ ભિખુભા, મહિપતસિંહ ભીખુભા, સિધ્ધરાજસિંહ ભીખુભા તથા તખીબા ભીખુભા વચ્ચે બોલાચાલી ઉગ્ર થઇ હતી જે સમય દરમિયાન આ ચારેય શખ્સો દ્વારા તલવાર તથા તિક્ષ્ણ હથીયાર વડે ચંદ્રસિંહ પર હુમલો કરતા ઇજાઁ પામી હતી. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા ઇજાઁગ્રસ્તને તાત્કાલિક સારવાર અથેઁ પાટડી સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ તરફ સ્થાનિક પોલીસ ને બનાવની જાણ થતા જ પીએસઆઇ વી.પી.મલ્હોતરા , હેડ કોન્સ્ટેબલ રણછોડભાઇ ભરવાડ સહિતનો સ્ટાફ હોસ્પીટલ ખાતે પહોચ્યો હતો. જ્યારે સારવાર દરમિયાન ચંદ્રસિંહ મોત નિપજ્યું હતુ બીજી તરફ ચંદ્રસિંહ પર હુમલો કરી હત્યા કરનાર એક મહિલા સહિત ચારેય શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધી તમામને ઝડપી પાડવા સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કયાઁ છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution