દાહોદ,દાહોદ જિલ્લામાં નોકરી અપાવવાના બહાને પૈસા પડાવી વિશ્વાસઘાત ઠગાઈ કર્યાના ઘણા કિસ્સાઓ હાલ પ્રકાશમાં આવ્યા છે તેવા સમયે દાહોદ જિલ્લાના ગરબાડા માળ ફળિયાના એક ઠગે ગરબાડા તળાવ ફળિયા ના એક શ્રમિક સહિત કેટલાક નોકરીવાંચ્છુ ઓને પોતે રેલવે પોલીસમાં એસ આઈ તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી નોકરી વાંચ્છુઓને નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા ૧૨,૫૦,૦૦૦ લઈ ફોટા આઈ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા માળ મોહનીયા ફળિયામાં રહેતા અરવિંદભાઈ મનુભાઈ સંગાડા નામના એક ઠગે તારીખ ૧૪ ૧ ૨૦૨૦ થી તારીખ ૨ ૫ ૨૦૨૧ દરમિયાન ગરબાડા ગામ ના તળાવ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા ૨૪ વર્ષીય દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ તથા અન્ય કેટલાક નોકરીવાંચ્છુ વ્યક્તિઓ પાસે જઈ હું રેલવે પોલીસમા એસ આઈ તરીકે નોકરી કરું છું અને મારી પહોંચ ઉપર સુધી છે તમોને નું રેલવેમાં નોકરી જાેઈતી હોય તો હું અપાવી શકું છું એવું કહી નોકરીની લાલચ આપતા દેવેન્દ્ર ભાઈ પંચાલ તથા અન્ય નોકરીવાંચ્છુ ઓ આ ઠગની માયાજાળમા પટાયા હતા અને અરવિંદભાઈ સંગાડા નામના આ ઠગે રેલવે પોલીસમાં નોકરી અપાવવા માટે તે તમામ નોકરીવાંચ્છુ ઓ પાસેથી કુલ રૂપિયા ૧૨,૫૦,૦૦૦ ની માતબર રકમ ઉઘરાવી લીધી હતી ત્યારબાદ તે તમામ નોકરી વાંચ્છુઓને આરપીએફ ના ખોટા આઈ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપતા તે સૌ ને અરવિંદભાઈ સંગાડા પર ભરોસો બેસી ગયો હતો.

પરંતુ જ્યારે તેઓ નોકરી માટેનો ઓર્ડર લઈને નોકરી પર હાજર થવા ગયા ત્યારે તે નોકરીનો ઓર્ડર તથા આઈ કાર્ડ બંને ખોટા હોવાનું જાણવા મળતા તે સૌએ થયા હોવાની અનુભૂતિ કરી હતી અને અરવિંદભાઈ સંગાડા નો ફોન પર સંપર્ક કરતા તેઓ નો ફોન સતત બંધ આવતા આ સંબંધે ગરબાડા ગામ ના તળાવ ફળિયામાં રહેતા અને છેતરપિંડીનો ભોગ બનેલ દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ એ ગરબાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગરબાડા માળના મોહનીયા ફળિયામાં રહેતા અરવિંદભાઈ મનુભાઈ સંગાડા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.