પાટણ,તા.૯ 

દેશની આઝાદીની લડત દરમિયાન પાટણમાં અંગ્રેજી શાળા સળગાવનાર સ્વાતંત્રસેનાની મણિભાઈ અમીનનું ૯મી ઓગસ્ટ ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ નિમિત્તે તેમના ઘરે જઈ પાટણના પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે ૯મી ઓગસ્ટ ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ નિમિત્તે યોજવામાં આવતો ‘ એટ હોમ‘ કાર્યક્રમ રદ્દ કરાયો છે. આઝાદીની લડતમાં પાટણમાં આવેલી અંગ્રેજી શાળા સળગાવનાર પાટણ સ્થિત મણુંદ ગામમાં રહેતા સ્વાતંત્રસેનાની મણિભાઈ અમીનનું રાષ્ટ્રપતિભવન તરફથી આવેલી સન્માન કીટ આપી પાટણના પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા સન્માન કરાયું હતું.