/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અડધી રાતે પોલિટેક્‌નિક પાસે ગમખ્વાર અકસ્માત ઃ કારચાલકનું મોત

વડોદરા, તા. ૨૬

ગતરોજ મોડી રાત્રે ફતેગંજ બ્રિજ પાસે આવેલ ફુડ એન્ડ ડ્રગ્સ લેમોરેટરી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા વાહન ચાલકનુ મોત નીપજયુ હતુ જયારે એકનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ ઉપર થયેલા તથ્ય પટેલ અકસ્માતની ઘટના બાદ વડોદરામાં પણ પોલીસે ઓવર સ્પીડે વાહન ચલાવનાર વાહનચાલકો સામે લાલ આંખ કરી છે. ગતરોજ સાંજના સમયે અકોટા દાંડિયા બ્રિજ ઉપર પોલીસનો મોટી સંખ્યામાં કાફલો રસ્તા પર ઉતરી હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગત મોડી રાત્રીના સમયે શહેરના હરણી એરપોર્ટ સામે આવેલ એફ-૭, ગોકલુ વાટીકામાં રહેતો અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર અને એફ-૯માં રહેતો ૨૪ વર્ષીય ગુંજન જીગ્નેશભાઇ સ્વામી કાર લઇને ઘર તરફ જતા હતા. ફૂડ કોર્ટમાં કામ કરતા ગુંજન સ્વામી અને તેમનો મેનેજર રાત્રે પોતાના સહ કર્મીને ઘરે મુકવા અકોટા વિસ્તારમાં ગયા હતા. ત્યારે પરત ફરતી વેળાએ ફતેગંજ બ્રિજ પાસે આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની દીવાલ સાથે ઘડાકાભેર ભટકાઇ હતી. આ અકસ્માતમાં કારની આગળનો ભાગ દીવાસ સાથે ભટકાતા તેનો ખૂદડો બોલયો હતો. જયારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલક ગુંજન સ્વામીને તેમજ તેના સહ કર્મીને સારવાર અર્થે ૧૦૮ એમ્બુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં કાર ચાલક ગુંજન સ્વામીનુ ટુંકી સારવાર દરમ્યાન તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જયાર સહ કર્મીનો આબદા બચાવ થયો હતો. આ અકસ્માતમાં ગુંજન સ્વામીનુ મોત નીપજતા સોસાયટીમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મધ્યરાત્રિએ બનેલો બનાવ સવારે બન્યો હોત તો કેટલાનો ભોગ લેત?

શહેરમાં મંગળવારની રાત્રીના સમયે બનેલા ગોઝાવરા અકસ્માતે અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતની ઘટના તાજી કરાવી દીધી હતી. ગત રોજ રાત્રીના સમયે ફતેગંજ બ્રિજ પાસે આવેલ ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટર કચેરીની દીવાલ સાથે અડથાઇ હતી. જેમા કાર ચાલકનુ મોત નીપજયુ હતું. જાેકે મધ્યરાત્રીએ બનેલો બનાવ કદાચ સવારે બન્યો હોત તો તથ્ય પટેલની જેમ આ અકસ્માતમાં કેટલાનો ભોગ લેવાત ?તે આપણે કલ્પના પણ ન કરી શકે. જાે કે સદ્દનસીબે રાત્રીના સમયે થયેલા અકસ્માતમાં કાર ચાલક ગુંજન સ્વામીનુ મોત નીપજયુ હત જયારે સહ કર્મીનો આબાદ બચાવ થયો હતો.

સ્પેશિયલ ડ્રાઇવમાં પોલીસ ૬ લાખનો દંડ વસૂલે છે, તો બીજી તરફ હિટ એન્ડ રનની ફરિયાદ લેવાતી નથી

ચાર જુને યુવરાજસિંહ સોલંકીને અકોટા ડી માર્ટ પાસેથી પોતાના ઘર તરફ જતો હતો તે સમયે એક કાર ચાલકે અચાનક જ પોતાની કારને ટર્ન મારતા પાછળથી આવતા યુવરાજસિંહનું કાર સાથે અકસ્માત થયો હતો. જેમાં તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જાેકે આ સમગ્ર ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવી છતા પણ ગોત્રી પોલીસે યુવરાજસિંહના પિતાને જણાવ્યું હતું કે, તમારા છોકરાનો વાંક છે, ફરિયાદ નહી લઇએ. જયારે ગોત્રી પી.આઇ.ગુર્જરે જણાવ્યું હતુ કે, છોકરાની ભુલ હોવાથી પિતાએ ફરિયાદ નોંધાવી નથી. જાે કે હજુ સુધી પણ આ કેસમાં ગોત્રી પોલીસે ફરિયાદ ન નોંધતા પોલીસની કામગીરી સામે ભુંડી શંકા હોવાનુ ચર્ચાય રહ્યું છે. જયારે બીજા બનાવમાં માંજલપુરમાં ઉમા ચૌહાણના મોપેડને ગાડીએ ટક્કર મારતા ઉમાબહેન રસ્તા પર પટકાયા હતા. ઉમાબેહનના પરિવારજનોએ અકસ્માત કરનાર કાર ચાલકનો જાતે જ પતો લગાવી માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા જતા તેમની ફરિયાદ લેવાઇ ન હતી જાેકે ઘટના સમગ્ર સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અકસ્માતનો બનાવ બન્યાને ૪૮ કલાક બાદ માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution