ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં એપ્રિલ અને મે માસમાં કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો એક દિવસમાં 14,000 જેટલા પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં હતાં ત્યારે એપ્રિલ માસની 17 તારીખે યોજાનારી ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે ગાંધીનગર અને રાજ્યમાં સતત કેસ ઓછા નોંધવાને કારણે સપ્ટેમ્બર માસમાં ફરી ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પણ જે રીતે રાજ્યના કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાયા અને બીજી લહેર અતિ તીવ્ર બનતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી આયોગને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે આયોગ દ્વારા ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. કોરોનાની બીજી લહેરની ગંભીરતાના કારણે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી લેવાયો છે. ગાંધીનગર સહિત રાજ્યમાં સતત કેસ ઓછા નોંધાવાને કારણે સપ્ટેમ્બર માસમાં ફરી ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.