16, ઓક્ટોબર 2024
594 |
આજે આસો સુદ પૂનમ છે. આ દિવસે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે. તેવાં નયન રમ્ય ચંદ્રના કિરણોની શીતળતા માં દૂધ પૌવા ચંદ્રની સામે ભોગ ધરાવી ખાવાની પરંપરા શહેરીજનો એ નિભાવી હતી.સાથે અને પૂર્ણિમાના દિવસે દૂધપૌવા અને ગરમ ભજીયાની જ્યાફત માની ઉજવણી કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ આસો સુદ પૂનમના દિવસે ગોપીઓ સાથે વૃંદાવનમાં રાસલીલા રચીને રસોત્સવનો આનંદ માન્યો હતો. તે પરંપરાને તેમજ હિન્દુ શાસ્ત્રોક અનુસાર શરદ પૂનમના દિવસે ગરબા તેમજ રસોત્સવ નું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે આ શરદ પૂનમના દિવસે ચંદ્રની શીતલતા વચ્ચે દૂધ પૌવા આરોગવાનો પણ મહિમા હોય, આજે મોટાભાગના ગરબા આયોજકો તથા સોસાયટીના રહીશો દ્વારા તેમજ પરિવારજનો દૂધ પૌઆ તેમજ ગરમ ભજીયા સાથે અગાસી ઉપર પહોંચી ઞયા હતા.અને ચંદ્રની શીતલતા વચ્ચે પરિવારજનો દૂધ પૌંઆ આરોગ્યા હતા. આમ કરવાથી નિરોગી રહેવાનો મહિમા રહેલો છે. બીજી તરફ શરદ પૂર્ણિમા ના પર્વ નિમિત્તે શહેરમાં વિવિધ સમાજ દ્વારા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શરદપૂનમની રાતે દૂધ પૌવા ખાવાની પરંપરા હોવાથી ગરબા બાદ સમૂહમાં કેટલાક ઠેકાણે દૂધ પૌંઆ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શરદપૂનમને લક્ષ્મીજીના પ્રાગટ્ય દિવસ પણ ગણાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. શરદપૂનમની રાત્રીએ ભગવાન શ્રીકૃષ્ણએ પણ મહારાષ કર્યો હતો. આ દિવસે ચંદ્ર પણ સંપૂર્ણ સોળે કળાએ ખીલેલો હોવાથી શીતળતાનો અનુભવ થાય છે .અલબત્ત શરદ પૂનમના પવિત્ર પાવન પર્વ પર નગરજનોએ ચંદ્રની ચાંદની વચ્ચે દૂધ પૌવાની મિજબાની કરીને ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ યૌવન ધન નવરાત્રી ગરબા ઉત્સવ ની જેમ જ શરદ પૂર્ણિમા એ ગરબા મેદાનો માં ખેલૈયાઓ ઞરબા તાલે ઝૂમી ઉઠ્યા હતા.