25, ડિસેમ્બર 2020
મુંબઇ
બિગ બોગ-7ની વિનર ગૌહર ખાન આજે એટલે કે, 25 ડિસેમ્બરના રોજ બોય ફ્રેન્ડ જૈદ દરબાર સાથે લગ્ન કરશે. આ પહેલા મહેંદી અને રિંગ સેરેમનની તસ્વીર સામે આવી છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસ ગૌહર ખાન અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર જૈદ દરબારની ગુરુવારના રોજ મહેંદી સેરેમની પૂર્ણ થઇ હતી. આ ખાસ દિવસે બંનેના પરિવારજનો પણ નજરે આવ્યા હતા.
બંનેએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. આ ખાસ દિવસે બધા બહુ જ ખુશ નજરે આવ્યા હતા. ગૌહર ખાન ગોલ્ડન અને યલો આઉટફિટમાં નજરે આવી હતી. આ સાથે ગૌહરએ ફૂલની જવેલરીથી લુકને પૂર્ણ કર્યો હતો.
મહેંદીના ખાસ દિવસે ગૌહર ખાન તેના થનારા પતિ જૈદ દરબારે સફેદ અને ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો. બંને બહુ જ ખુશ અને ઉત્સાહિત લાગી રહ્યા હતા.
ગુરુવારે ગૌહર ખાનની મહેંદીની ઘણી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે જ લખ્યું હતું કે, મહેંદીની રાત આવી. 4 વર્ષ પહેલા અસદે મને કહ્યું હતું કે, તે લગ્નમાં નહીં આવે. પરંતુ તેનો પ્રેમ રહેશે. ગૌહર ખાન હેવી જવેલરી સાથે ટીકામાં બેહદ ખુબસુરત અને કમાલ લાગી રહી છે. બંને સાથે બેહદ સુંદર લાગી રહ્યા છે. લગ્ન પહેલાની ખુશી બંનેના ચહેરા પર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, ગૌહર અને જૈદએ તેના લગ્નને #GaZa નામ આપ્યું છે. આ તસ્વીર સિવાય હલ્દી સેરેમનીની તસ્વીર પણ વાયરલ થઇ રહી છે.