ગોધરા-

ગોધરાના નાદરખા નજીક આવેલ કુશા કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગતા નાસભાગ જોવા મશી હતી. મળતી માહિતી મુજબ ગોધરાના નાદરખા નજીક આવેલ કુશા કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હાલ જાણી સકાયું નથી. જોકે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ત્રણ કીલોમીટર દૂરથી પણ ધૂમાળાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. જોકે આગની જાણ થતાની સાથે જ સ્થાનિક ફાયરફાયટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે પ્લાન્ટમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.