12, ઓગ્સ્ટ 2020
ડભોઇ, તા.૧૧
ડભોઇ તાલુકાનાં પલાસવાળા નજીક થી પસાર થતી રેલ્વે લાઇન ઉપર ગુડઝ ટ્રેન આવતા તંત્ર ની ભારે બે દરકારી સામે આવી હતી. રેલવે લાઇન પરથી ટ્રેન પસાર થવાની આ ઘટનાથી નસીબજાેગે કોઇ મોટી દુર્ઘટના બની ન હતી. જાે ટ્રેનની અડફેટે વાહનચાલકો આવી ગયા હોત તો મોટો અકસ્માત સર્જાઇ જાત.
ડભોઇ તાલુકાના પલાસવાડા ગામ નજીક થી પસાર થતી ડભોઇ -વડોદરા બ્રોડગેજ લાઇન આવેલી છે. લોકડાઉન ને પગલે ટ્રેનો બંધ છે. જેને પગલે છેલ્લા કેટલાય સમય થી અહી ક્રોસિંગ નું કામ ચાલે છે જ્યારે આજે વહેલી સવારે એક ગુડ્ઝ કેરેજ ટ્રેન આવી જતાં ક્રોસિંગ બંધ કર્યા વગર જ તેને તંત્ર દ્વારા પસાર કરવા દેવામાં આવી હતી. જેના પગલે લોકો ને ભારે જીવનું જોખમ હોય તંત્ર ની ભારે બેદરકારી સામે આવી છે. ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક થી ડભોઇ વડોદરા રેલ્વે પશાર થાય છે. આ ટ્રેન લોકડાઉન સમય થી રેલ્વે વ્યવહાર રેલ્વે તંત્ર દ્વારા બંધ રાખવામા આવેલ છે. અને લોકડાઉન ના સમય દરમ્યાન અહી ક્રોસિંગ નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આજે વહેલી સવારે એક ગુડકરેજ ટ્રેન અહીથી પસાર થતી હતી ત્યારે રેલ્વે તંત્ર ની ભારે બે દરકારી સામે આવી છે ક્રોસિંગ બંધ કર્યા શિવાય જ ટ્રેન ને અહી થી પસાર થતાં રાહદારીઓ માં અકસ્માત નો ભય સેવાયો હતો રાહદારીઓ નું કહેવું છે કે આમ અચાનક ટ્રેન આવી જાય અને મોટો અકસ્માત થાય તો તેનું જવાબદર કોણ હોય શકે રેલ્વે તંત્ર એ આવી બેદરકારી ના દાખવવી જોઈએ. જાે રેલવે લાઇન પર ટ્રેન જતી વખતે વાહનચાલકો અથડાયા હોત તો મોટી દુર્ઘટના સર્જાત. પરંતુ નસીબજાેગે કોઇ કોઇ વાહન ટ્રેનની અડફટે આવ્યું ન હતું.