ગરબાડાના પાટાડુંગરી પાસે દારૂ સહિત રૂા.૩૮.૯૪ લાખનો માલ જપ્ત
05, ડિસેમ્બર 2020

દેવગઢબારિયા, પાટાડુંગરી તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે શૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફઅ ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ પાટાડુંગરી પાસે રાત્રિના ૨૨ઃ૫૦ વાગે વોચમાં હતા.દરમિયાન રાત્રિના પાંચવાડા તરફથી પાટાડુંગરી તરફ ચાલુ લાઇટે વાહનો આવતા જાણતા પોલીસે તેમના ખાનગી વાહનો રોડની વચ્ચે મુકી દઇ આડાશ ઉભી કરી તમામ પોલીસના માણસો આવતા વાહનોને રોકી કોર્ડન કરી રોકવા ઇશારો કરતા પોલીસને જાેઇ ચારેય વાહનના ચાલકો વાહનો મુકી અંધારાનો તથા ઝાડી ઝાખરા તથા ડુંગરાઓનો લાભ લઇ નાસવા લગતા પોલીસના માણસોએ તેઓનો પીછો કરેલ પરંતુ તેઓ પકડાયેલ નહી ચારેય વાહનોમાથી પ્રોહી મુદ્દામાલ ઉતારી ગણી જાેતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ નંગ ૬૦૪ જેમાં કુલ બોટલો ૧૬૯૬૮ જેની કુલ કિંમત રૂ.૧૬,૯૪,૪૦૦/- નો દારૂ તથા બિયરનો જથ્થો પોલીસને મળી આવતા પોલીસે સદર રૂ.૧૬,૯૪,૪૦૦/- ની કિંમતનો દારૂ તથા ટીન બિયરનો હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ૦૪ વાહનો જેની કિં.રૂ.૨૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૮,૯૪,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution