ઇસ્લામાબાદ-

પાકિસ્તાન સ્થિત ઇસ્લામાબાદ હાઈકોર્ટે ગઈકાલે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયના અમલ માટે કુલભૂષણ જાધવ કેસમાં અધિકારક્ષેત્ર અંગે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા વિદેશ કચેરીને નિર્દેશ આપ્યો છે. જાસૂસી અને આતંકવાદના દોષી ઠેરવ્યા બાદ એપ્રિલ 2017માં પાકિસ્તાનની સૈન્ય અદાલતે નિવૃત્ત ભારતીય નૌકાદળના અધિકારી 50 વર્ષિય જાધવને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે જુલાઈ 2019માં ચૂકાદો આપ્યો હતો કે, પાકિસ્તાને જાધવની સજાના ચુકાદા અને સજાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચારણા કરવી જોઈએ તેમજ ભારતમાં વિલંબ કર્યા વિના રાજદ્વારી પ્રવેશ આપવો જોઈએ. પાકિસ્તાનમાં કેદ થયેલા કુલભૂષણ જાધવ કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયના અમલ માટે અધિકાર ક્ષેત્ર અંગે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા વિદેશ કચેરીને નિર્દેશ આપ્યો હતો.