ગાંધીનગર-

ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોનો મુદ્દો ઉઠાવ્યો. ગોહિલે કહ્યું કે, ગુજરાતની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે સંકળાયેલી છે અને પાકિસ્તાની નેવી માછીમારોને ધરપકડ કરીને તેમની બોટ કબ્જામાં લઈ લે છે. જ્યારે માછીમારોને જેલમાં ધકેલી દે છે. આવા માછીમારોને મુક્ત કરાવવામાં આવે અને તેમની બોટ સાથે તેમને પરત લાવવામાં આવે.

શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પાકિસ્તાનના કરાંચીની મધ્યસ્થ જેલમાં ૪૦૦ ભારતીય માછીમારો કેદ છે. જ્યારે તેમની ૧,૧૦૦ બોટ પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવી છે. તેમણે સરકારને માછીમારોની મુક્તિ અને તેમની બોટ છોડાવવા માટે કંઈક પગલા લેવાનો આગ્રહ કર્યો. કોંગ્રેસ સાંસદે વધુમાં જણાવ્યું કે, જ્યારે પાકિસ્તાની મરિસ સિક્ટોરિટી એજન્સી ભારતીય માછીમારોને ના પકડી શકે, તે માટે ભારતીય કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ વધારવામાં માંગ કરવામાં આવી છે. આટલું જ નહીં, વેસટ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમમાં થયેલા ગેરવહીવટ પર સરકાર ધ્યાન આપે અને ઝ્રછય્ના રિપોર્ટમાં જે ખુલાસા કરવામાં આવ્યા છે, તેને સરકાર ગંભીરતાથી લે.