07, ઓક્ટોબર 2021
પાદરા ઃ પાદરા માં અપંગ ના ઓજસ ગુજરાત સંસ્થા અને અક્ષય પાત્ર સંસ્થા ના સહયોગ થી પાદરા તાલુકા ના દિવ્યાંગો ને અનાજ ની કીટ તથાશૈક્ષણીક કીટ અને સાધન સહાય કાર્યકમ પાદરા ખાતે યોજાયો હતો. અપંગ ના ઓજસ ગુજરાત સંસ્થા દ્વારા પાદરા તાલુકા ના દિવ્યાંગો ને અનાજ ની કીટ નું વિતરણ પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતેકરવામાં આવ્યું હતું. અનાજ ની કીટ અક્ષય પાત્ર સસ્થા ના સહયોગ થી આપવામાં આવી હતી સાથે દિવ્યાંગો ને શૈક્ષણિક કીટ અને સાધન સહાય કીટવિતરણ કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમ માં પાદરા ના પૂર્વ ધારાસભ્ય દિનુમામા તથા વડોદરા ના રાજેશ આયરે તથા શિક્ષણ સમિતિના વિજયભાઈ તથા પાદરાભાજપ ના ઉપપ્રમુખ અપૂર્વ પટેલ તથા જિલ્લા ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલા તથા ભાજપ સ્વસ્થ સ્વંયસેવક નાજિલ્લા સહ ઇન્ચાર્જ સંજય પટેલ જિલ્લા ભાજપ ના મંત્રી અંજુબેન ગોહિલ તથા નાગરિક બેક ના ઉપપ્રમુખ કાલિદાસ ગાંધી તથા અપંગઓજસ ના શૈલેષ સ્વામી સહિત ના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલ મહાનુભવો ના હસ્તે અપંગો ને સાધનસહાય તથા અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડાયરો પણ યોજાયો હતું જેમાં આવેલ મહાનુભવો ને મંત્રમુગ્ધ કર્યાહતા. પાદરા માં અપંગ ના ઓજસ ગુજરાત સંસ્થા અને અક્ષય પાત્ર સંસ્થા ના સહયોગ થી પાદરા તાલુકા ના દિવ્યાંગો નેઅનાજ ની કીટ તથા શૈક્ષણીક કીટ અને સાધન સહાય કાર્યકમ પાદરા ખાતે યોજાયો હતો.