રસીકરણ અભિયાનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે, બે કરોડ રસીના ડોઝ આપીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી
12, જુન 2021

ગાંધીનગર-

કોરોનાની મહામારીને લઈને દેશમાં ચાલી રહેલ રસીકરણ ઝુંબેશમાં ગુજરાતે આજે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતે તા. 12 મી જૂનને શનિવારે સાંજ સુધીમાં બે કરોડ રસીના ડોઝ આપીને દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશા નિદર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે. તા. 12 મી જૂનને આજે શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના બે કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. આ સફળતા પૂર્વકની કામગીરી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે. રાજયમાં અપયેલા બે કરોડ રસીના ડોઝમાં આજ સુધીમાં 1.55 કરોડ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાત પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution