અમદાવાદ-

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમાન્ય વરસાદ વરસાદની આગાહી અમદાવાદમાંપણ કરવામાં આવી છે. અમદાવાદમાં 24 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. હાલ ભારે વરસાદની શકયકતા નહિવત છે. તો બીજી તરફ ભારે વરસાદ અને સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે તેવી કોઈ પણ સિસ્ટમ હાલ સક્રિય નથી. સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય દીવ, પોરબંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ સમાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. હજી સુધી આગામી 2 દિવસ વરસાદની કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી. જેથી આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે. અમદાવાદમાં આજે સવારથીજ વરસાદી માહોલ છે. ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા.