નવા રૂપરંગમાં જલ્દી જ ખુલ્લો મૂકાશે ગુજરાતનો તાજમહલ, રીનોવેશનનું 60 ટકા કામ પૂર્ણ
07, જુન 2021

જૂનાગઢ-

પ્રવાસન વિભાગ દ્વારા હેરિટેજ ઈમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના જતન માટે તેના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ ની ઐતિહાસિક ધરોહર સમાન ઉપરકોટ કિલ્લો અને મહાબત મકબરાના રીનોવેશનની કામગીરી હાલ ચાલી રહી છે.

મહાબત મકબરા જૂનાગઢ શહેરના તાજ સમાન છે. જે એક સુંદર શિલ્પકલાનો નમુનો જૂનાગઢમાં જાેવા મળે છે. જાેકે રીનોવેશન કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે. ત્યારબાદ નવા રૂપરંગમાં ઐતિહાસિક ઈમારતો લોકોને જાેવા માટે ખુલ્લો મુકાશે. ઐતિહાસિક ઈમારતોની રીનોવેશન કામગીરી પૂર્ણ થયા બાદ એક નવા રૂપરંગ સાથે ઐતિહાસિક ઈમારતોને સુંદરતા મળશે અને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ જૂનાગઢના પ્રવાસનને પણ વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આવા સ્થળોનું રીનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જૂનાગઢનાં ઉપરકોટ, મકબરા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાંટમાંથી કામ શરૂ થયું છે. હાલ જૂનાગઢ મહાબત મકબરાનું નવિનીકરણનું કામ શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ કોર્ટ સામે આવેલા મહાબત મકબરા જર્જરીત બન્યાં છે. તેમની બારીઓ, દરવાજા તેમજ કેટલોક ભાગ પણ તૂટી ગયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution