હળવદ: ટ્રક પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત
23, સપ્ટેમ્બર 2020

સુરેન્દ્રનગર-

હળવદ માળીયા કચ્છ હાઈવે અવાર-નવાર અકસ્માત થવાના બનાવો વધતા જાય છે જ્યારે બોમ્બે ના એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ની ‌દ્રારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હળવદ માળીયા હાઈવે અવારનવાર અકસ્માતના બનાવો બને છે અને અનેક માનવ જિંદગીનો ભોગ અકસ્માતમાં લેવાય છે ત્યારે આજે હળવદ માળિયા હાઇવે ફરી લોહીયાળ થયો હતો અને અકસ્માતમાં બે વ્યક્તિઓના ધટના સ્થળે મૃત્યુ થયા હતા.બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી જઈને કામગીરી હાથ ધરી છે. ૨૬ વર્ષના બીત્ર બીપીનભાઈ ગાલા નું અને ૬૨ વર્ષના બીપીનભાઈ ઠાકરશીભાઈ ગાલા નું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું તેમજ વિકીબીપીનભાઈ ગાલા ને અને કલ્પના બેન બીપીનભાઈ ગાલા ને ગંભીર ઈજા પહોંચી હતી વધુ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ના ડો.કૌશાલ પટેલ બંને સુરેન્દ્રનગર હોસ્પિટલ‌ સારવાર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution