૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે  હાર્દિક પટેલ

બનાસકાંઠા, પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જાેડાતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બી.કે. ગઢવી સંકુલ સુધી બાઇક અને કાર રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જાેડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી હાર્દિક પટેલે હુંકાર કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આ જ બનાસકાંઠાની જનતાએ ૬ સીટો કોંગ્રેસને આપી હતી.પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અભિવાદન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે મોટી સંખ્યામાં અન્યાય સામે લડવું પડે છે. જીગ્નેશ મેવાનીએ દલિતો, શોષિતો સામે કામ કર્યું છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આજ બનાસકાંઠાની જનતાએ ૬ સીટો કોંગ્રેસને આપી હતી. આગામી ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બનાસકાંઠાની ૯ સીટો જીતશે. ૨૦૨૨ ની ચૂંટણીમાં ૧૨૫ સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે. તેમણે કહ્યુ હતું કે, હવે જાે ગુજરાતની જનતા સાથે અન્યાય થશે તો તમારી ખુરશીના ત્રણ પાયા છોડીને તમને ૩૦ સીટો ઉપર લાવી દઈશું. ૨૦૧૪ પહેલા ગુજરાત અને દેશમાં પેટ્રોલ ૭૦ રૂપિયે મળતું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી મોંઘવારીને લઈને વિરોધ કરતા હતા, પણ આજે કેમ બોલતા નથી. ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દી સામે લોકો લાચાર છે. આજે એક તરફ સરકાર ઉદ્યોગપતિઓના વીજળી બિલ માફ કરે છે, પણ ગુજરાતના ખેડૂતને પૂરતી વીજળી પણ મળતી નથી. હવે અન્યાય અને અત્યાચારીઓને સમજાવવાની જરૂર છે. આપણી સામે ખૂબ મોટું કૌરવોનું લશ્કર છે અને આપણી સાથે ઓછા પાંડવો છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે હું કોંગ્રેસ પક્ષમાં નહિ કોંગ્રેસ નામના આપણા પરિવારમાં જાેડાઈ રહ્યો છું. હું કેમ જાેડાયો છું તે પણ જણાવી દઉં. આ દેશના બંધારણને બચાવવા માટે હું કોંગ્રેસમાં જાેડાયો છું. આજે દેશમાં બેરોજગારી અને મોંઘવારી ચરમસીમા પર છે. ગુજરાતમાં ૪૦ ટકા મહિલાઓ ચા બનાવે ત્યારે તેમાં દૂધ નાંખી નથી શકતી તેવું મેં ક્યાંક વાંચ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી જાણી જાેઈને ભાજપે અહીંના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી. પ્લોટ નથી મળતા, કોઈ રોજગાર નથી મળતા. બનાસકાંઠાની તમામ ૯ બેઠકો ઉપર હું કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે સાથે તેમને જીતાડવા ચૂંટણી લડીશ. આ મારો અભિવાદન કાર્યક્રમ નથી, કોઈ હુંકાર રેલી નથી, પણ ૨૦૨૨ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. વડગામના મુસ્લિમ ભાઈઓને ઝ્રછછ અને દ્ગઇઝ્ર વખતે બહુ રંજાડ્યા છે, પણ સમય આવે બતાવી દઈશું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution