29, એપ્રીલ 2022
અમદાવાદઃ વિરમગામમાં શહેરના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાની પ્રથમ પૂર્ણ તિથી એ રામકથા અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અનેક મોટા નેતાઓ અને સંતો હજાર રહ્યા હતા. તેમના પિતા ભરતભાઇ પટેલની પ્રથમ પૂર્ણતિથી નિમિત્તે આજે વિશાળ ડોમમાં સુંદરકાંડ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે કાર્યકર્મમાં પાસ અને ભાજપના અનેક નેતાઓ પણ શ્રદ્ધાંજલી આપવા માટે આવ્યા હતા. આજે યોજાયેલા કાર્યકર્મમાં આવેલા રઘુ શર્મા એ જણાવ્યુ હતું કે હાર્દિક પટેલ પાર્ટીથી બિલકુલ નારાજ નથી તેઓ પાર્ટીમાં જ રહેવાના છે અને તેઓ પાર્ટી સાથે જ કામ કરશે.ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમસ્વામી એ હાર્દિક પટેલને હિંદુત્વવાદી પાર્ટીમાં જાેડાવા માટે સલાહ આપી હતી. હાર્દિક પટેલના પિતાના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં નેતાઓ અને લોકો જાેડાયા હતા. આજે આ કાર્યકર્મમાં આવેલા અનેક નેતાઓ દ્વારા નિવેદનો આપ્યા હતા જેમાં હાર્દિક પટેલે ખુલાસા પણ કર્યા હતા.
કોંગ્રેસ પાર્ટી પાસે કામ માગું છું જે કામ આપશે તે પૂરી મહેનતથી કામ કરીશ
આજે પિતાની પ્રથમ પૂર્ણતિથી કાર્યકર્મમાં કોંગ્રેસનાં અનેક નેતાઓ હજાર રહ્યા હતા અને પિતાને શ્રદ્ધાંજલી આપી હતી જે પણ લોકો આવ્યા હતા તેમનો હું આભાર માનું છું અને આવકરું છું. હાર્દિક પટેલ એ જાણવાયુ હતું કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં રહી ને જ કામ કરીશ પાર્ટી પાસે કામ માગું છું જે પણ કામ આપશે તે હું મારી પૂરી મહેનત અને લગનથી કરીશ. સાથે સાથે આજે તેમણે નૌતમ સ્વામીના નિવેદન વિષે કહ્યું હતું કે તેઓ મોટા સ્વામિ છે તેમની ભાવનાનો આદર કરું છું. આજે મે રામકથામાં રામ ને બેસાડયા છે અને હું પોતે રઘુવંશી છું. એટ્લે માટે કઈ પણ સાબિત નથી કરવું. ઉલ્લેખનિય છે કે નરેશ પટેલના રાજકારણમાં જાેડાવા અંગે પણ કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું એટ્લે ઇચ્છિશ કે તેઓ કોંગ્રેસમાં આવે તેમના જેવા અનેક લોકો પાર્ટીમાં આવે તો સારું કામ થશે.