રાજકોટમાં હાર્દિક પટેલનો હુંકાર, કહ્યું ટિકિટ ફાળવણીમાં પાર્ટીની ચૂક રહી હશે
18, ફેબ્રુઆરી 2021

રાજકોટ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તમામ પક્ષો પ્રચાર-પસારમાં લાગ્યા છે. ત્યારે ગુરૂવારના રોજ કોંગ્રેસ અને ભાજપ બન્નેના સ્ટાર પ્રચારક નેતાઓ રાજકોટમાં આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના હાર્દિક પટેલ અને ભાજપના સ્મૃતિ ઈરાનીએ રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં સભાઓ ગજવી હતી તેમજ ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચાર-પસારમાં લાગ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. ત્યારે ભાજપની બિનહરીફ બેઠક પર વિજય મેળવવા વિશે વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, શક્ય છે કે, ક્યાંકને ક્યાંક પાર્ટીથી ટિકિટ ફાળવણીમાં ચૂક રહી હશે, એટલે ભાજપને કેટલીક બેઠકો બિનહરીફ મળી છે, પરંતુ કોંગ્રેસ એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે જે ટિકિટ ફાળવણીમાં પાર્ટીની ક્યાંક ચૂક રહી હશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution