ગુજરાતના ચેરાપુંજી ગણાતા આ જિલ્લામા ધોધમાર વરસાદ, 30થી વધુ ગામડાઓ સંર્પક વિહોણા
14, સપ્ટેમ્બર 2021

ડાંગ-

રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામા ધોધમાર વરસાદ થયો છે. વરસાદને કારણે ડાંગ જિલ્લાના 19 માર્ગો અવરોધાયા છે, જેમાં 33 ગામોનાં હજારો લોકોના જીવનને અસર થઈ છે. આવા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ વહિવટી તંત્રએ અપીલ કરી છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન આહવા તાલુકામા 107 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈમાં 136 મી.મી., સુબીરમાં 80 મી.મી., અને ગિરિમથક સાપુતારામાં 135 મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 114.5 મી.મી. વરસાદ થયો છે. આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ 1488 મી.મી., વઘઈનો 1562 મી.મી., સુબિરનો 889 મી.મી., અને સાપુતારાનો મોસમનો કુલ વરસાદ 1719 મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ 1414.5 મી.મી. નોંધાવા પામ્યો છે. ડાંગ જિલ્લામા નોંધાયેલાં આ વરસાદને કારણે જિલ્લાના 19 જેટલા લો લેવલ કોઝ વે તથા માર્ગો ઓવર ટોપિંગ થવાને કારણે આવાગમન માટે બંધ કરાયા છે. જેને કારણે જિલ્લાના 33 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution