બનાસકાંઠા-

માઉન્ટમાં આહલાદક વાતાવરણના કારણે ગુજરાતી સાહેલાણીઓનો ઘસારો વધ્યો છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ અને પવનના કારણે વૃક્ષ નીચે 5 જેટલી ગુજરાતીઓની ગાડી દબાઈ જતાં ગાડી માલિકોને પણ ભારે નુકસાન થયું છે. કોરોના મહામારી હળવી થતાં અને વરસાદના કારણે માઉન્ટ આબુનું વાતાવરણ આહલાદક બનતા જે ગુજરાતીઓ ભારે ધસારો વધી રહ્યો છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વરસાદ અને પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. સતત વરસાદ ન અકારને ભેજવાળી જમીન થતા ધરાશયી થયેલા વૃક્ષો નીચે 5 જેટલા ગુજરાતીઓની ગાડી આવી જતાં ભારે નુકસાન થયું છે બે ગાડી માં તો ડ્રાઇવર બેઠા હતા અને વૃક્ષ ધરાશય થઇને ગાડી પર પડ્યા હતા. જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઇ હતી.