26, જુલાઈ 2020
ઉમરેઠ, તા.૨૫
ઉમરેઠ પંથકમાં આજે ભારે વરસાદની સાથે જ મેઘરાજાની એન્ટ્રીથી ધરતીપૂત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ભારે બફારા બાદ ધમાકેદાર વરસાદથી નગરમાં ઠેડક પ્રસરી ગઈ હતી. ઉમરેઠ પંથકમાં વિસ્તારમાં ઠેર-ઠેર ઢીંચણસમા પાણી ભરાયાં હતાં. ઉમરેઠ થામણા ચોકડી પર વરસાદથી પાણી ભરાતાં રાહદારી તથા વાહનચાલકો હેરાનપરેશાન થઈ ગયાં હતાં.